ઉત્તરાખંડના નૈનીતલામાં લક્ઝુરિયસ કારમાં ફરવા આવેલી પૈસારી યુવતીએ પોલીસ સાથે મગજમારી કરી હતી અને ગાડી રોકવામાં આવતા હંગામો મચાવી દીધી હતો. જેને કારણે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. એટલું જ નહીં, પોલીસને ધમકાવીને વર્દી ઉતરાવી દેવાની ધમી પણ આપી હતી. જોકે, પોલીસે સ્થઆનિકોની મદદથી યુવતી અને કારમાં સવાર અન્ય લોકોને પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા. પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. 




નૈનિતાલમાં શનિવારે સાંજે તલ્લીતાલ ચેક પોસ્ટ પર માસ્ક વગરની યુવતીએ હંગામો કર્યો હતો. ત્યારે ફરી એકવાર નૈનિતાલમાં  લક્ઝરી કાર ચલાવીને આવેલી યુવતીએ ભારે હંગામો મચાવી દીધો હતો. રવિવારે સાંજે ઇંડિયા હોટલ ચેક પોસ્ટ સામે પોલીસ નિયમિત ચેકીંગ કરી રહી હતી. દરમિયાન કાર નંબર એચપી-11, સી-4018 નંબરની કાર ત્યાં પહોંચી હતી. રૂટિન ચેકિંગમાં તેની કાર રોકવામાં આવી હતી. તેમજ કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ હોવાથી તેને કાઢી નાંખવા માટે કહેવાયું હતું. 


પોલીસે જણાવ્યા પ્રમાણે, કાર ચાલકે મહિલા પોલીસ એસ.આઇ. રાજકુમારીને બ્લેક ફિલ્મ ન ઉતારવા માટે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીએ આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને બ્લેક ફિલ્મ ઉતારવાનું કહેતા યુવતી સહિત તમામ લોકો ભડક્યા હતા તેમજ મહિલા એસ.આઇને વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. 




એટલું જ નહીં, જ્યારે આ નબીરાઓને ગાડીમાં નાંખીને પોલીસ સ્ટેશન લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે યુવતી સહિતના લોકોએ પોલીસ તેમજ લોકો સાથે ઝપાઝપી કરી હતી. આ પછી તમામને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. તેમજ પોલીસના કામમાં દખલ કરવાનો ગુનો દાખલ કરાયો હતો.