નવી દિલ્લીઃ બિહારમાં આવેલી ઐતિહાસિક નાલંદા વિશ્વવિદ્યાલયને યુનેસ્કોએ વિશ્વ હેરિટેજની સૂચિમાં સમાવેશ કર્યો છે. આ સૂચિમાં ચીન, ઇરાન અને માઇક્રોનેશિયાના ત્રણ સ્થળોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

તૂર્કિના ઇસ્તાંબૂલમા વિશ્વ હેરિટેજ સમિતિની 40મી બેઠકમાં ચાર નવા સ્થળોનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભારતના સંસ્કૃતિક મંત્રાલયે ટ્વીટ કરીને નાંલંદા વિશ્વવિદ્યાલયને યૂનેસ્કોની વિશ્વ હેરિટેજની સૂચિમાં સમાવેશ થવા પર અભિનંદન પાઠવ્યા હતા અને યૂનેસ્કોના એશિયા ક્ષેત્રના મહાનિર્દેશક ઇરિના બોકોવાનો આભાર માન્યો હતો.