મુંબઈ: કૉંગ્રેસે નાના પટોલેને મહારાષ્ટ્રના નવા અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. તેમણે મંત્રી બાલાસાહેબ થોરાટનું સ્થાન લીધું છે. પટોલેએ ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર પદ પરથી રાજીનામું આપ્યું હતું.

નાના પટોલે સાથે છ વર્કિંગ પ્રેસિડેન્ટ અને 10 વાઈસ પ્રેસિડેન્ટ નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવાજી રાવ મોગે, બાસવરાજ પાટિલ, મોહમ્મદ આરિફ નસીમ ખાન, કુણાલ રોહિદાસ પાટિલ, ચંદ્રકાંત હંડોરે અને પ્રણતિ શિંદેને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે.


કૉંગ્રેસે સંસદીય બોર્ડ અને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે રણનીતિ, સ્ક્રીનિંગ અને સમન્વય સમિતિ બનાવી છે. નાના પટોલેએ વર્ષ 2017માં પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ બગાવત કરી સંસદ સભ્ય પદ પરથી અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. પટોલે વર્ષ 2014માં ભંડારા-ગોંદિયા લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી સાંસદ ચૂંટાયા હતા. તેમણે એનસીપીના કદ્દાવર નેતા પ્રફુલ્લ પટેલને માત આપી હતી. નાના પટોલેની છાપ ખેડૂત નેતા તરીકેની છે.