પ્રયાગરાજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં આયોજિત કુંભમાં સ્વચ્છતા મિશનને સફળ બનાવનારા સફાઈકર્મીઓને સન્માનિત કર્યા હતાં. પીએમ મોદીએ પાંચ સ્વચ્છાગ્રહીઓના પગ ધોઈ તેમને અંગવસ્ત્ર આપ્યા હતા. નરેન્દ્ર મોદી દ્વારા સન્માન કરાયા બાદ સ્વચ્છાગ્રહીઓમાં ભારે ઉત્સાહ છે. સ્વચ્છાગ્રહી જ્યોતિ કહે છે કે, સપનામાં પણ નહોંતુ વિચાર્યું કે, પીએમ નરેન્દ્ર મોદી તરફથી આટલું બધું સન્માન મળશે.


પીએમ મોદીએ સફાઈકર્મી પ્યારેલાલ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન સાથે થયેલી વાતચીત વિશે પ્યારેલાલે કહ્યું હતું કે, તેમણે અમને પૂછ્યું હતું કે, ભાઈ એ જણાવો કે, મેળામાં તમને કેવું લાગ્યું, અમે જણાવ્યું કે, ઘણું સારું લાગ્યું. અમને નહોંતી ખબર કે તમે અમારા પગ ધોશો, અમને સન્માન આપશો. તમે ફરીથી મંત્રી બનો. જ્યારે અમે મહેનત કરી ત્યારે અમને વડાપ્રધાનના દર્શન થયા. જે લોકોએ મહેનત નથી કરી તેમને વડાપ્રધાનના દર્શન ન થયા.


ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંદાના સ્થાનિક પ્યારેલાલની સાથે કુલ પાંચ લોકોના પગ ધોઈને તેમને સન્માનિત કર્યા. તેમાં ચૌબી અને નરેશ, સંભલના હોરીલાલ અને કોરબાની જ્યોતિ સામેલ હતા.