મુરાદાબાદ: રોબર્ટ વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં પોસ્ટર લાગ્યા છે જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે. યૂથ કોંગ્રેસ તરફથી મુરાદાબાદમાં અલગ-અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેના પર લખવામાં આવ્યું છે કે, રોબર્ટ વાડ્રાજી મુરાદાબાદ સંસદીય બેઠકથી ચૂંટણી લડવા માટે તમારું સ્વાગત છે.



મુરાદાબાદમાં રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાના આ પોસ્ટર્સ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની પણ તસવીરો લગાવવામાં આવી છે. રોબર્ટ વાડ્રાના ચૂંટણી મેદાનમાં ઉતરવાના આ પોસ્ટર તે સમયે લગાવવામાં આવ્યા હતો જ્યારે તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.



વાડ્રાએ લખ્યું હતું કે, ‘આટલા વર્ષોના અનુભવ અને શીખને વ્યર્થ કરી શકાય નહીં અને તેનો સારો ઉપયોગ કરવો જોઇએ એક વાર આ આરોપ-પ્રત્યારોપોના કિસ્સો પુરા થઇ જવા પર, મને લાગે છે કે મારે લોકોની સેવામાં મોટી ભૂમિકા નિભાવી જોઇએ.’