નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક કિશોર દ્રારા એક નાબાલિક છોકરી સાથે બળાત્કારનો પ્રયાશ કર્યા બાદ મચેલા હડકંપ અને પથ્થર મારાની ધટના બાદ ઈગતપુરી અને ત્રંબકેશ્ર્વરના આઠ ગામોમાં કફર્યું લગાવવામાં આવ્યો હતો. ગ્રામ્ય ક્ષેત્રના નિયંત્રણમાં રહેલા એક પોલીસ અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે વિલ્હોલી, સંજેગાવ, શિવાગેદાંગ, અંજેનરી, તાલેગાંવ, માહિરાવાની, તલવાડે અને ગોંડે ગામમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે બુધવાર રાતથી કફર્યું લગાવવામાં આવ્યું જે શુક્રવાર સુધી રાખવામાં આવશે.


મંગળવારે બંને જિલ્લાના આ ગામડાઓમાં હુમલાઓ થયા હતા, જેમાં 13 લોકો ધાયલ થયા હતા, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ધાયલ થયો હતો. સતપુર, પથરડી ફાટા, લેખા નગર જેવા વિસ્તારમાં પથ્થરમારાની ધટના બાદ પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે જણાવ્યુ કે હાલ નાસિકમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અફવાઓ પર નિયંત્રણ રાખવા માટે મોબાઈલ ઈંટરનેટ સેવા શુક્રવાર સુધી બંધ રાખવામાં આવી છે.