બેંગલુરૂ: ભારતીય પેરાસાઈકિલિસ્ટ આદિત્ય મહેતાને સુરક્ષાની તપાસના નામ પર કેંપે ગોડા આંતરરાષ્ટીય હવાઈ મથકે તેમને કૃત્રિમ અંગ કાઢવા માટે મજબુર કરવામાં આવ્યા જે દરમિયાન તેમના અંગોમાંથી લોહી પણ નિકળ્યું હતું.


બે મહિના પહેલા આવી શર્મનાક ધટના બાદ આદિત્ય 11 ઓક્ટોબરે તેના કૃત્રિમ અંગ કાઢવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, અને ફ્લાઈટ પકડવા માટેની જલ્દીમાં કૃત્રિમ અંગો પહેરવામાં તેઓને ઈજા પહોંચી હતી. મહેતાએ હેદરાબાદથી ફોન પર જણાવ્યું કે મને કૃત્રિમ અંગ હટાવવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. મને તે ફરિવાર તે પહેરવા માટે 45 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે હુ તે પહેરી રહ્યો હતો તે દરમિયાન અધિકારી મને જલ્દીથી બહાર આવવા માટે કહી રહ્યા હતા, કારણ કે ફલાઈટનો સમય નજીક હતો. તણાવના કારણે મે જોર લગાવ્યું જેને કારણે ઘર પર જઈને અંગ હટાવ્યા ત્યારે લોહી નિકળી રહ્યું હતું.

મહેતાએ જણાવ્યું કે 20 દિવસથી તેને ઈજા થઈ છે, જેના કારણે કૃત્રિમ અંગને હટાવવું અને બિજી વખત પહેરવું ખૂબ જ મુશ્કેલ હતું. આ પહેલા મહેતાને દિલ્લી અને બેંગલુરૂ હવાઈ મથક પર આ પ્રકારનો સામનો કરવો પડ્યો હતો. મહેતાએ કહ્યું સીએફએસ અધિકારી ઠાકુર દાસ દ્વારા કૃત્રિમ અંગ હટાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.