16 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર, સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે થશે ધમાસાણ
abpasmita.in | 13 Oct 2016 09:22 PM (IST)
નવી દિલ્લી: સંસદનું શિયાળુ સત્ર 16 નવેંબરથી લઈને 16 ડિસેંબર સુધી મળશે. સંસદીય સમિતિની ગુરૂવારે મળેલ બેઠકમાં સત્રના કાર્યક્રમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સત્રમાં હંગામો થવાની સંભાવના છે. વિપક્ષ સર્જિકલ સ્ટ્રાઈક સહિતના તમામ મુદ્દે મોદી સરકારને ધેરવાની કોશિશ કરશે. પીઓકે માં ઈંડિયન આર્મીના સર્જિકલ સ્ટ્રાઈકને લઈને રાજકીય માહોલ ગરમ છે. કૉંગ્રેસ સહિત ધણા પક્ષના નેતાઓ દ્વારા સરકારને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા રજુ કરવાનું કહેવામાં આવ્યું તો ભાજપાના નેતાઓએ વિપક્ષના નેતાઓની નિયત પર સવાલો ઉઠાવ્યા હતા. સંસદના આ સત્રમાં આ મુદ્દો છવાયેલો રહેવાની શક્યતા છે. સંસદનું શિયાળુસત્ર ખૂબ જ હંગામેદાર રહી શકે છે. ધણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા માહોલ ગરમાઈ શકે છે. ખાસ કરીને યુપી અને પંજાબની ચૂંટણીને કારણે માહોલ ગરમ રહી શકે છે.