નવી દિલ્હીઃ દિલ્હી સરકારના પ્રધાન સંદીપ કુમારની સેક્સ સીડી બહાર આવ્યા બાદ સમાજવેક અન્ના હજારેએ પણ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. અન્ના હજારેએ કહ્યું કે, તેમણે કેજરીવાલને પહેલા જ સાવચેત કર્યા હતા, પરંતુ કેજરીવાલે કોઈ વાત ન માની. અન્નાએ કહ્યું, મેં કહ્યું હતું કે, લોકોનું ચરિત્ર જરૂર એક વણ જોઈ લે છે. કોઈપણ વ્યક્તિ આમ જ વિશ્વાસ કરવો ન જોઈએ.


ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અન્ના હજારેના આંદોલનનાનાસમયે કેજરીવાલની સાથે કિરણ બેદી, યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ, પ્રશાંત ભૂષણ ઉપરાંત અન્ય લોકો પણ આંદોલનમાં સક્રિય હતા. ત્યાર બાદ જ્યારે કેજરીવાલે પોતાની પાર્ટી બનાવવાનો નિર્ણય કર્યો તો અન્ના હજારે એ વાતથી ખુશ ન હતા. તેમ છતાં કેજરીવાલે પાર્ટી બનાવી અને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. ત્યાર બાદ અન્ના અને કેજરીવાલની વચ્ચે અંતર વધી ગયું.

ઉલ્લેખનીય છે કે, સેક્સસીડી આવ્યા બાદ સંદીપ કુમારે પોતાના ઉપર લાગેલ આરોપને ફગાવી દીધા છે. પરંતુ સીડીમાં દેખાતી મહિલાએ સામે આવીને નિવેદન આપ્યું છે કે, રાશન કાર્ડ બનાવવાની લાલચમાં સંદીપે તેની સાથે છેતરપિંડી કરી છે. ત્યાર બાદ સંદીપે ખુદ સરન્ડર કર્યું હતું. હાલમાં પોલિસ તેની પૂછપરછ કરી રહી છે. કોર્ટે સંદિપના 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.