નવી દિલ્લીઃ નેશનલ હૈરાલ્ડ મામલામાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને એસોસિએટ જર્નલ લિમિટેડની આવક સંબંધી જાણકારી માગવાના મામલામાં આજે નિચલી અદાલતના નિર્ણયને હાઇકોર્ટે બદલી નાખ્યો છે. હાઇકોર્ટે આ મામલે સુનવણી કરતા મંગળવારે સ્વામીની માગનો અસ્વીકાર કરતા સોનિયા અને રાહુલ ગાંધીને રાહત આપી હતી. હવે રાહુલ અને સોનિયા ગાંધી સાથે જોડાયેલા કાગળો સ્વામીને નહી આપવામાં આવે. આ મામલે કોર્ટે સ્વામીને ફટકાર લગાવતા કહ્યું હતું કે, તેમણે મોખિક આવેદન આપ્યું હતું અને નિચલી અદાલતે પણ મોખિક રૂપથી નિર્ણય આપ્યો અને બીજા પક્ષને સાબળ્યા નહી. એટલે હાઇકોર્ટે સ્વામીને આ મામલા સાથે જોડાયેલા કાગળો દેવાની માંગ ઠુકરાવી દીધી છે. કોર્ટે આ મામલે પોતાનો અભિપ્રયા આપતા જણાવ્યું હતું કે, સીઆરપીસીની કલમ 91 મુજબ કોઇ પણ અદાલત દ્વારા આદેશ આપતા પહેલા આરોપી પક્ષને સાભળવા જરૂરી છે. જ્યારે આ મામલામાં એવુ નથી કરવામાં આવ્યું.