લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા યૂપીના કોંગ્રેસ અધ્યક્ષ નિર્મલ ખત્રીએ કોંગ્રેસને જોરદાર ફટકો આપ્યો હતો. જાણકારી પ્રમાણે, પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ નિર્મલ ખત્રીએ પોતાના પદથી રાજીનામું આપી દીધુ છે. નિર્મલ ખત્રીએ સોમવારે સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું. અને પાર્ટીના હાઈકમાને તેમનું રાજીનામું સ્વીકાર પણ કરી દીધું છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપી પ્રભારી ગુલામ નબી આઝાદની વચ્ચે નવા યૂપી કોંગ્રેસ અધ્યક્ષને લઈને મંત્રણા ચાલી રહી હતી. અચાનક જતિનને દિલ્હી બોલાવ્યા પછી મીડિયામાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, નિર્મલ ખત્રીની જગ્યાએ યૂપી કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે.
સૂત્રો પ્રમાણે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલા ખાસ કરીને બ્રાહ્મણ સમુદાયના રાજ્ય માટે નવા પ્રદેશ પ્રમુખને શોધી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે પહેલા સંકેત આપ્યા હતા કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોટો ફેરફાર થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, ચૂંટણી જાદુગર પ્રશાંત કિશોરે કોંગ્રેસને પોતાના પરંપરાગત વોટ બેંક બ્રાહ્મણ અને મુસ્લિમ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તેના પછી ગુલામ નબી આઝાદને યૂપી કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેના પછી મીડિયામાં નિર્મલ ખત્રીના રાજીનામાને લઈને ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો. ખત્રીના રાજીનામા પછી તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.