Pashupati Paras Resigns: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સીટની વહેંચણીથી નારાજ લોક જનશક્તિ પાર્ટી (LJP)ના પ્રમુખ પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પત્રકાર પરિષદમાં રાજીનામાની જાહેરાત કરી હતી. પારસે કહ્યું કે અમારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો છે.
પશુપતિ પારસે કહ્યું, મેં સમર્પણ અને વફાદારી સાથે NDAની સેવા કરી, પરંતુ મારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો. આજે પણ હું પીએમ મોદીનો આભાર માનું છું. હું જેટલું ઇચ્છતો હતો તેટલું બોલ્યો છું. અમે અમારી પાર્ટીના વરિષ્ઠ કાર્યકરો સાથે બેસીને ભવિષ્યની રાજનીતિ નક્કી કરીશું.
NDAએ સોમવારે બિહારમાં સીટ વહેંચણીની જાહેરાત કરી હતી. જેમાં પારસના ભત્રીજા ચિરાગ પાસવાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને પાંચ બેઠકો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સંસ્થાપક રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા. એલજેપીના છમાંથી પાંચ સાંસદો પારસ જૂથમાં જોડાયા. એટલું જ નહીં પશુપતિ પારસને મોદી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી પણ ચિરાગ પાસવાન સક્રિય રહ્યા અને હવે એનડીએમાં સમીકરણો બદલાઈ ગયા છે. જેનાથી નારાજ થઈને પારસે રાજીનામું આપી દીધું છે.