નૌગામના આતંકવાદીઓ પાસેથી મળ્યા છે પાકિસ્તાનની નિશાની વાળા હેન્ડ ગ્રેનેડઃ સેના
abpasmita.in
Updated at:
08 Oct 2016 08:24 PM (IST)
NEXT
PREV
શ્રીનગરઃ સેનાએ શનિવારે જણાવ્યું હતુ કે, નૌગામ સેક્ટરમાં ગુરુવારે મારવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનના નિશાન વાળા ગ્રેનેડ મળી આવ્યા છે. આ એ વાતનો પુરાવો છે કે પાક આતંકવાદનું સમર્થન કરી રહ્યું છે. સેનાના એક પ્રવક્તાએ કહ્યુ કે, 'આતંકવાદી પાસે મળી આવેલ હેન્ડ ગ્રેનેડ અને યૂબીજીએલ ગ્રેનેડો પર પાકિસ્તાન ઑર્ડિનેંસ ફેક્ટરીનું નિશાન હતું. જે એ વાતનો પુરાવો છે કે, આતંકવાદને સમર્થન કરવામાં પાકિસ્તાનનો હાથ છે.' તેમણે જણાવ્યું હતું કે, સેનાને આતંકવાદીઓ પાસેથી મળેલી ખાવા પીવાની ચીજવસ્તુઓ અને દવાઓ પર પણ પાકિસ્તાની નિશાન હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -