નવી દિલ્હીઃ વર્ષ 2020 હવે એન્ડિંગ પર છે, ગૂગલ પર સૌથી વધુ લોકો સર્ફિંગ કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારતીયોએ કઇ વસ્તુને સૌથી વધુ સર્ચ કર્યુ છે તે બતાવવામાં આવ્યુ છે. ભારતીયોનો ક્રિકેટ પ્રત્યેને પ્રેમ બુધવારે ગુગલ દ્વારા જાહેર કરાયેલા ઇયર ઇન સર્ચ 2020માં પણ પુષ્ટી કરી છે.


આ સર્ચ રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસને પાછળ પાડીને વર્ષ દરમિયાન પ્રીમિયર લીગને લોકોએ સૌથી વધુ સર્ચ કર્યુ છે. ગૂગલ સર્ચ પર ગયા વર્ષ સર્ચ કરવામાં આવેલી વસ્તુઓમાં સૌથી ટૉપ પર હતો.

સર્ચ એન્જિન ગૂગલ પર કુલ મળીને ટૉપ પર સર્ચમાં રમત અને સમાચાર સંબંધિત સીરીઝમાં સૌથી વધુ આઇપીએલને સર્ચ કરવામાં આવ્યુ, અને આ પછી કોરોના વાયરસનો નંબર હતો, આ ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીનુ પરિણામ, વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ, બિહાર ચૂંટણીના પરિણામ અને દિલ્હી ચૂંટણીના પરિણામ સર્ચમાં ટૉપ પર રહ્યાં હતા.

(ફાઇલ તસવીર)

કોરોનાના કારણે સંયુક્ત આરબ અમિરાતમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાયેલી આઇપીએલની 13મી સિઝનની દર્શક સંખ્યામાં પણ ગયા વર્ષ કરતા અનેકગણો વધારો થયો હતો.