નવી દિલ્લી: ભાજપ છોડીને અલગ થવાની જાહેરાત કરનાર નવજોત સિંહ સિદ્ધૂ પોતાનો નવો રાજનૈતિક પક્ષ ‘આવાજ-એ-પંજાબ’ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગુરુવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધૂએ તેની જાહેરાત કરી હતી. સિદ્ધૂએ કહ્યું કે, ‘ભારતમાં એક પરંપરા રહી છે કે સારા લોકોને સજાવટના સામાનની જેમ અને માત્ર પ્રચારના માટે ઉપયોગમાં લેવાય છે. તેમને ‘આવાજ-એ-પંજાબ’ની શરૂઆતની જાહેરાત કરતા કહ્યું કે ‘આવાજ-એ-પંજાબ એક ઈંકિલાબી આવાજ છે.’ પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધૂની સાથે બલવિંદર સિંહ અને સિમરજીત સિંહ બેંસ પણ હાજર રહ્યા હતા. સિદ્ધૂએ કહ્યું, “ગંભીર સંકટમાં રહેલા પંજાબ માટે આવાજ-એ-પંજાબ પુનરુત્થાન લાવનાર અને સંકટમોચક છે.” સિદ્ધૂએ પંજાબમાં જાહેર પરિવારવાદ ઉપર હુમલો કરતા કહ્યું કે “સરકાર લોકો માટે હોવી જોઈએ, પરંતુ પંજાબમાં બધુ એક પરિવાર છે.” આવનાર વિધાનસભા ચૂંટણીની બ્લૂપિંટ જાહેર કરતાં કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય એ લોકોથી લડીને રાજ્યને ફરીથી સમુદ્ધ બનાવવું પડશે, જેમને પંજાબને બર્બાદ કરી નાંખ્યું છે. તેમને ડ્રગ્સની સમસ્યા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “તે પંજાબ ક્યાં છે જ્યાં ઘણાં બધા ખેલાડી બહાર આવતા હતા? આજે રસ્તાઓ ડ્રગ્સ એડિક્ટ્સથી ભરેલા રડ્યા છે.
સિદ્ધૂએ રાજ્યસભાના સભ્ય પદેથી આપેલા રાજીનામા ઉપરથી પણ ચુપ્પી તોડી હતી. તેમને પુછવામાં આવેલા એક સવાલમાં કહ્યું, “રાજ્યસભાથી મારા રાજીનામા સાથે કેજરીવાલને કોઈ લેવે દેવા નથી.” સિદ્ધૂએ જુલાઈમાં રાજ્યસભાનું સભ્યપદ છોડ્યું હતું. રાજીનામા પછી તેમને અને તેમની પત્નીએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાના અહેવાલ ફેલાયા હતા, પરંતુ સિદ્ધૂના મગજમાં કંઈક બીજું જ ચાલતું હતું. તેમને નારાજ અને બાગી નેતાઓને પોતાની સાથે જોડી એક નવો પક્ષ બનાવવાની જાહેરાત કરી હતી.