ચંદીગઢ: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપત્તિજનક સીડીના મામલામાં પંજાબના નાયબમુખ્ચમંત્રી સુખવીર બાદલને જવાબદાર ઠેરવ્યા છે. તેમને કહ્યું કે બાદલે આમ આદમી પાર્ટીના નેતાઓની અશ્લિલ સીડી બનાવવા માટે લોકો રાખ્યા છે.
પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર દિવસીય પ્રવાસ પર ગયેલા કેજરીવાલે કહ્યું, ‘સુખવીર બાદલની પાસે અમારા વિરુદ્ધ 63 ટેપ છે, જેને તેઓ એક-એક કરીને જાહેર કરશે. સુખવીર બાદલે અમારા વિરુદ્ધ સીડી બનાવવા માટે એક ઑડિયો વિઝુઅલ કંપની રાખેલી છે.’ અરવિંદ કેજરીવાલનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીના સંયોજક રહેલા સુચ્ચા સિંહ છોટેપુરને રિશ્વત લેવાનો વીડિયો અને દિલ્લી સરકારના મંત્રી સંદીપ કુમારની સેક્સ સીડી સામે આવી ચૂકી છે.
કેજરીવાલે કહ્યું કે સીડી કાંડના પાછળ સુખવીર બાદલનો હાથ છે. તેમને કહ્યું, ‘હું ત્યાં સુધી ચેનથી નહીં બેસું, જ્યાં સુધી બાદલ જેલની પાછળ નહીં હોય.’