નવી દિલ્લીઃ કેજરીવાલ સરકારને આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોને સંસદીય સચિવો બનાવવા મામલે ખૂબ ઝટકો લાગ્યો છે. ગુરુવારે દિલ્લી હાઇકોર્ટે દિલ્લી સરકાર દ્ધારા 21 સંસદીય સચિવોની નિમણુકને રદ કરી દીધી છે. આ અગાઉ દિલ્લી સરકાર દ્ધારા 21 સંસદીય સચિવો બનાવ્યા હતા. જેના વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકારે અદાલતમાં પોતાની સ્થિતિ  સ્પષ્ટ કરી હતી. કેન્દ્રએ કહ્યુ હતું કે, કાયદા પ્રમાણે, દિલ્લીમાં 21 સંસદીય સચિવ રાખી શકાય નહીં. હાલના કાયદા પ્રમાણે, ફક્ત એક સંસદીય સચિવ રાખી શકાય છે જે ફક્ત મુખ્યમંત્રી તરીકે કામ કરશે.

મુખ્ય જસ્ટીસ જી.રોહિણી અને ન્યાયમૂર્તિ સંગીતા ઢીંગરાની બેન્ચ સમક્ષ  કેન્દ્રિય ગૃહમંત્રાલય તરફથી રજૂ થયેલા વકીલ જસમીત સિંહે કહ્યુ હતું કે, સંસદીય સચિવનો ઉલ્લેખ ના ભારતીય બંધારણમાં છે ના દિલ્લી વિધાનસભા સદસ્ય અધિનિયમ 1993માં કરવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે, દિલ્લીના મુખ્યમંત્રી ફક્ત એક સંસદીય સચિવ રાખવાની મંજૂરી છે.