સિદ્ધુના BJP પર ચાબખા, રાજ્યસભામાંથી રાજીનામું કેમ આપ્યું તેનું જણાવ્યું કારણ
abpasmita.in | 25 Jul 2016 06:52 AM (IST)
ચંડીગઢઃ ગયા સપ્તાહમાં રાજ્યસભામાંથી રાજીનામું આપનારા નવજોતસિંહ સિદ્ધુ આજે મીડિયા સામે આવ્યા હતા. સિદ્ધુએ ચંડીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મે રાજ્યસભામાંથી રાજીનામું કેમ આપ્યું? કારણ કે મને કહેવામાં આવ્યુ હતું કે, તમારે પંજાબથી દૂર રહેવાનું છે. મને પંજાબ છોડવાનું કહેવામાં આવ્યું હતું.