નવજોત સિંહ સિદ્ધુના આવાજ-એ-પંજાબ અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ છે. તેની જાહેરાત આગામી બે દિવસમાં થઈ શકે છે. કૉંગ્રેસથી જોડાયેલા સુત્રોના મુજબ નવજોત સિંહ સિદ્ધુને લોકસભામાં મેદાનમાં ઉતારવામાં આવશે, જ્યારે તેમના સહયોગી બેંસ બ્રધર્સ, પરગટ સિંહ, નવજોત સિંહ સિદ્ધુના પત્નિ નવજોત કૌરને અમૃતસર વિધાનસભામાંથી મેદાનમાં ઉતારવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુની આવાજ-એ-પંજાબે કૉંગ્રેસ પાસે 11 સીટોની માંગ કરી છે. કૉંગ્રેસ 5 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર સહમત જણાઈ રહી છે. આ મામલે જાહેરાત થોડા સમયમાં કરવામાં આવી શકે છે.
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા સિદ્ધુ પર પોતાના રાજકીય કેરીયરનો નિર્ણય કરવાનો દબાવ વધી રહ્યો છે. જેના કારણે તેણે કૉંગ્રેસ સાથે જવાનો નિર્ણય કર્યો છે. કૉંગ્રેસને પણ લાગી રહ્યું ચે કે સિદ્ધુને તેમની સાથે લેવાથી એક તીરથી બે નિશાન લગાવી શકાય છે. સિદ્ધુ જો કૉંગ્રેસની સાથે આવે છે તો તેની આમ આદમી પાર્ટી સાથે જોડાવાની સંભાવનાઓ પૂરી થઈ જશે. સિદ્ધુના કૉંગ્રેસમાં જોડાવાથી કૉંગ્રેસ પ્રદેશમાં મજબૂત બનશે.
કૉંગ્રેસ હાઈ કમાન્ડને લાગી રહ્યું છે કે સિદ્ધુના કૉંગ્રેસમાં આવવાથી પ્રદેશમાં પાર્ટીનું સંતુલન જળવાઈ રહેશે.