નવી દિલ્લી: યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતના હાઇ કમિશનર રહેલા નવતેજ સરનાને અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમને 8 નવેબરે રાષ્ટ્રપતિ ચૂંટણી પછી બનનાર નવી સરકાર સાથે સારા સંબંધો સ્થાપિત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. 1980 બેચના આઈએફએસ અધિકારી સરનાને જાન્યુઆરીમાં લંડનમાં નિયુક્તિ આપવામાં આવી હતી. તેના પહેલા તે વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ)ની જવાબદારી નિભાવી રહ્યા હતા. તે અરૂણ સિંહની જગ્યા લેશે જે રિટાયર્ડ થનાર છે. 59 વર્ષના સરના સૌથી વધુ સમય સુધી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રહ્યા છે. તે 2002થી 2008 સુધી આ પદ પર રહ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે, “તે જલ્દીથી કાર્યભાર સંભાળી લેશે”