મલિકે ભરોસો વ્યક્ત કર્યો કે સંખ્યા બળ મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના પક્ષમાં છે અને ત્રણેય પક્ષો શિવસેના,એનસીપી અને કૉંગ્રેસ એકજૂટ છે.
તેમણે કહ્યું, 'પરંતુ ભાજપના લોકો છેલ્લા કેટલાક દિવસોથી અફવા ફેલાવી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે અને આ સરકાર પડશે.' તેમણે કહ્યું, મહારાષ્ટ્ર સરકાર કોવિડ-19 સામે લડવામાં કેંદ્ર સરકારના દિશા-નિર્દેશોનું કડકથી પાલન કરી રહી છે.
નવાબ મલિકે દાવો કર્યો છે કે દેશમાં સૌથી વધુ લોકોના તપાસ મહારાષ્ટ્રમાં થઈ છે. તેમણે કહ્યું, 'અમારી સરકાર સારૂ પ્રદર્શન કરી રહી છે....ભારતીય જનતા પાર્ટી અફવા ફેલાવી રહી છે....અમારી સરકાર મજબૂત છે.'
ભાજપના રાજ્યસભા સદસ્ય નારાયણ રાણેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે સોમવારે મુલાકાત કરી અને વૈશ્વિક મહામારી કોવિડ19 સામે લડવામાં રાજ્ય સરકારને નિષ્ફળ ગણાવી અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી હતી.