નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને  પાકિસ્તાનના  જૂઠનો પર્દાફાશ કર્યો  હતો. તેમણે કહ્યું હતું કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલો કરાવ્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો તેમ છતાં પાકિસ્તાન તે માનવા તૈયાર નથી. રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારતે એક વિમાન  ગુમાવ્યું પરંતુ પાકિસ્તાન બે ગણાવી રહ્યું છે. જો તેમની પાસે બીજું વિમાન તૂટી પડ્યું હોય તેના કોઇ પુરાવા  હોય તો રજૂ કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું નથી.


રવીશ કુમારે કહ્યું કે, જો નવુ પાકિસ્તાન હોય તો આતંકીઓ પર કાર્યવાહી કેમ કરી રહ્યું નથી. પાકિસ્તાન ફક્ત બતાવવા ખાતર આતંકીઓ પર ફક્ત કાગળ પર કાર્યવાહી કરી રહ્યું છે જે પુરતું નથી. પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરે. ભારતે પાકિસ્તાનના એફ-16 જેટ તોડી પાડવાના પુરાવા આપ્યા છે પરંતુ પાકિસ્તાન ઇનકાર કરી રહ્યું છે. ભારત વિરુદ્ધ એફ-16નો ઉપયોગ કરવાને લઇને પાકિસ્તાનના  જૂઠનો ખુલાસો થઇ ગયો છે.