સોલાપુરઃ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ પર સીધો હુમલો કર્યો છે. તેમને કહ્યું કે, જે જેલમાં જઇને આવ્યા છે તે મને ક્યારેય સવાલો નથી કરી શકતા, તે લોકોએ મારી ઉપલબ્ધિઓ વિશે સવાલો ના કરવા જોઇએ.

ઉલ્લેખનીય છે કે, બીજેપી અધ્યક્ષ અમિત શાહ વર્ષ 2010માં સોહરાબુદ્દી શેખ નકલી એન્કાઉન્ટર મામલે જેલ જઇ આવી ચૂક્યા છે. સીબીઆઇએ તેમને આ મામલે ધરપકડ કરી હતી, જોકે બાદમાં આ મામલે આરોપમુક્ત કરવામાં આવ્યા હતા.



મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં એનસીપી પાર્ટી અધ્યક્ષ શરદ પવારે બીજેપી અને અમિત શાહ પર હુમલો કર્યો હતો. તેમને કહ્યું કે, શરદ પવારે શું કર્યુ તેને લઇને બીજેપીમાંથી એક નેતા સવાલો કરી રહ્યાં છે. હું તેમને કહવા માગીશ કે શરદ પવાર ક્યારેય જેલ નથી ગયા, ભલે મેં સારી કે ખરાબ વસ્તુ કરી હોય. જે મહિનાઓ જેલમાં વિતાવી ચૂક્યા છે, તે પુછી રહ્યાં છે મેં શું કર્યુ.



પવારે કહ્યું કે, કેન્દ્રીય કૃષિમંત્રી તરીકે મેં ખેડૂતો દેવામાફી માટે 75,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી પવારે સીધેસીધો અમિત શાહ પર એટેક કરીને સવાલ ના પુછવાનું કહ્યું હતુ.