મુંબઇઃ એનસીપી ચીફ શરદ પવારે મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ મોટો ખુલાસો કર્યો છે, શરદ પવારે એબીપી ન્યૂઝની સહયોગી ચેનલ એબીપી માઝાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને પીએમ મોદી તરફથી મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર બનાવવાની ઓફર મળી હતી. ઉલ્લેખનીય છે હાલ મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની સરકાર બની ગઇ છે.


શરદ પવારે કહ્યું કે મને પીએમ મોદી મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પણ મેં તેને નકારી દીધો હતો. પવારે એવુ પણ કહ્યું કે મીડિયામાં વાતો હતી કે મને મોદી સરકારે દેશનો રાષ્ટ્રપતિ બનાવવાનો વાયદો કર્યો છે, તે પણ ખબર ખોટી છે.



જોકે, શરદ પવાર ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મને મોદી કેબિનેટમાં સુપ્રિલા સુલેને મંત્રી બનાવવાનો પ્રસ્તાવ જરૂર મળ્યો હતો.



સુપ્રીયા સુલે, શરદ પવારની દીકરી છે અને પુણે જિલ્લા બારામતીથી લોકસભા સાંસદ છે. પવારે કહ્યું કે વડાપ્રધાન સાથે મળીને કામ કરવાનુ તેમના માટે સંભવ નથી. પવારે આ વાત એબીપી માઝાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી હતી.