મુંબઈ: એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે લઘુમતી સમુદાયોના સભ્યોએ તેમને કહ્યું હતું કે જો તેમની પાર્ટી શિવસેના સાથે હાથ મિલાવશે તો તેમને કોઈ વાંધો નથી પરંતુ ભાજપને મહારાષ્ટ્રને સત્તામાંથી દૂર રાખવી જોઈએ.


એનસીપીના લઘુમતી એકમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ગુરુવારે પવારે કહ્યું કે, ચૂંટણી બાદ રાજ્યમાં ત્રણ ચાર સપ્તાહથી (શિવસેના-ભાજપ) સરકારના ગઠનની દિશામાં કોઈ પગલા લેવામાં આવી રહ્યાં નહોતા. સાથે તેમણે કહ્યું શિવસેના સાથે સંભવિત તાલમેલ માટે મહારાષ્ટ્ર સાથે જ ઉત્તર પ્રેદશ, બિહાર અને દિલ્હીના લોકો પાસેથી સલાહ લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતા પરંતુ મુખ્યમંત્રી પદને લઈને ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યૂલા પર અસહમતિ થતા બન્ને અલગ થઈ ગયા હતા. તેના બાદ ભારે વિચાર વિમર્શ બાદ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની ગઠબંધનવાળી સરકાર બની હતી.

શરદ પવારે કહ્યું, અમને લઘુમતી તરફથી કહેવામાં આવ્યું હતું કે, તમે શિવસેનાને સમર્થન આપી શકો છો પરંતુ ભાજપાને દૂર રાખો. લઘુમતી સમુદાયે આ પગલાને આવકાર્યું. પવારે દાવો કર્યો કે, લઘુમતીઓએ ચૂંટણીમાં ભાજપને વોટ નથી આપ્યા. તેમણે કહ્યું કે સમુદાયના સદસ્ય જ્યારે કોઈ નિર્ણય કરે છે ત્યારે તે કોઈ પણ પાર્ટીની હાર સુનિશ્ચિત કરવા માટે હોય છે. એનસીપીએ તેના પર જોર આપ્યું હતું કે રાજ્ય સરકારમાં લઘુમતી મામલાના વિભાગ કલ્યાણકારી કામો માટે તેમની પાર્ટીને આપવામાં આવે. નવાબ મલિક રાજ્યના લઘુમતી મામલાના મંત્રી છે.