PM મોદીએ રાજ્યસભામાં NCPની કરી પ્રશંસા, કહ્યું- ભાજપે પણ શીખવું જોઈએ
દિલ્હીમાં આજે સંસદના સત્રમાં હાજરી આપવા આવેલા શરદ પવાર આજે પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તમે શિવસેના સાથે મળી સરકાર રચશો ? જેના જવાબમાં પવારે કહ્યું આ પ્રશ્નનો હું જવાબ ન આપી શકું. ભાજપ અને શિવસેનાને પૂછો, તેઓ બંને ભેગા છે. તેઓ બંને સાથે ચૂંટણી લડ્યા હતા, અમે તેમની સાથે નહોતા. આ ઉપરાંત તેમણે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકાર રચશે તેનો જવાબ એક શબ્દમાં આપતાં કહ્યું કે, અચ્છા ?
રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો
આ પહેલા એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે, ત્રણેય પક્ષોની સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે અને વિકાસલક્ષી શાસન આપશે. ગઠબંધનનું નેતૃત્વ શિવસેના કરશે. પવારના સહયોહી અને એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મુખ્યમંત્રી પદના મુદ્દે જ તેમણે એનડીએ સાથે છેડો ફાડ્યો છે. તેમની ભાવનાઓનું સન્માન કરવું અમારી જવાબદારી છે.