મુંબઈ: મહારાષ્ટ્રમાં અચાનક ભારતીય જનતા પાર્ટીએ અજીત પવારના સમર્થનથી સરકાર બનાવી દીધા પછી રાજ્યમાં રાજકીય ક્ષેત્રે ભુકંપ આવી ગયો હોવાની સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન શિવસેના-એનસીપીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ તરફથી કોઈ સામેલ થયું નથી. શરદ પવારે દાવો કર્યો છે કે અમારી પાસે નંબર છે સરકાર અમે બનાવશું.




શરદ પવારે ભત્રીજા અજીત પવાર પાસે આ પ્રકારની આશા ક્યારેય નહોતી. અજીત પવાર પર શરદ પવારે કહ્યું પાર્ટીની અનુશાસનાત્મક કમિટી તેના પણ નિર્ણય કરશે. શરદ પવારે કહ્યું તે લોકો સદનમાં બહુમત સાબિત નહી કરે. શરદ પવારે કહ્યું મને આજે સવારે જ ખબર પડી કે અજીત શપથ લઈ રહ્યા છે.

શરદ પવારે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, 30 નવેમ્બર સુધી બહુમતી સાબીત કરવાની છે. અમારી પાસે બહુમતી છે તેથી સરકાર અમે જ બનાવીશું. દેવેન્દ્ર ફડણવીસ ગૃહમાં બહુમતી સાબીત નહીં કરી શકે. શરદ પવારે કહ્યું કે, અમારી પાસે 170 ધારાસભ્યોનું અને અમુક અપક્ષનું પણ સમર્થન હતું.




ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું, લોકતંત્રના નામે તેઓ અંધારામાં શું કરી રહ્યા છે તે દેશ જોઈ રહ્યો છે. તે લોકોને તોડે છે જ્યારે અમે જોડીએ છીએ.

આજે મહારાષ્ટ્રના રાજકારણનો સૌથી મોટી ઉલટફેર જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ એનસીપીના નેતા અજીત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.