નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NCP પ્રમુખ શરદ પવાર સાથે વાતચીત કરી હતી. આ વાતની પુષ્ટિ શરદ પવાર બાદ હવે સુપ્રિયા સુલેએ પણ કરી છે. એનસીપી નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ કહ્યું, પ્રધાનમંત્રીનું મોટાપણું છે કે તેમણે આ સૂચન આપ્યું. તેમણે આમ કહ્યું તે માટે હું તેમની આભારી છું પરંતુ આમ ન થઈ શક્યું.

સુપ્રિયા સુલેના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રધાનમંત્રીએ તેમને કેબિનેટ મંત્રીની ઓફર કરી હતી. પરંતુ આ માટે એનસીપીએ મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપવાની શરત રાખી હતી. સુપ્રિયાએ કહ્યું, હું એક સંતુષ્ટ સાંસદ છું. હું મારું કામ ચાલુ રાખીશ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર પૂરો ભરોસો છે.

પાર્ટીમાં બળવો કરનારા પિતરાઈ ભાઈ અજીત પવારને લઈ તેણે કહ્યું, અજીત પવાર હંમેશા મારો મોટો ભાઈ અને પાર્ટીનો વરિષ્ઠ નેતા રહેશે. તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો નહોતો અને આ તેમની પાર્ટી તથા પરિવારનો આંતરિક મામલો છે. મહારાષ્ટ્રમાં ગત મહિને રાજકીય ઘટનાક્રમ ખૂબ ઝડપથી બદલાયો હતો. અજીત પવારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી અને ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં તેમણે ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને પરત એનસીપીમાં આવી ગયા હતા.


પંકજા મુંડેએ વધાર્યું સસ્પેન્સ, કહ્યું- મારા પર લાગેલા આરોપથી વ્યથિત છું, 12 ડિસેમ્બર સુધી રાહ જુઓ

ક્રિકેટ પ્રેમીઓ આનંદો, કોહલી-ધોની સહિતના ધૂરંધરો અમદાવાદમાં રમતા જોવા મળી શકે છે

PM મોદીએ જમશેદપુરમાં ટાટાના ગુજરાત કનેકશનનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું