જમશેદપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમશેદપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત ટાટાના ગુજરાત કનેકશનનો પણ ઉલ્લેખ કર્યો હતો.


ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું, આજની આ રેલીનો વિશાળ નજારો બતાવે છે કે સ્પષ્ટ બહુમત સાથે બીજેપીની સરકાર બનશે. ઝારખંડમાં જ્યાં જ્યાં જવાનો મોકો મળ્યો છે ત્યાં આટલી મોટી સંખ્યામાં જન આશીર્વાદ માટે અહીંની ભૂમિને નમન કરું છું.


આઝાદી બાદથી હિન્દુસ્તાનના દરેક ખૂણામાં જમ્મુ-કાશ્મીર અને કલમ 370ની ચર્ચા ચાલતી હતી. બંધારણમાં 370ને અસ્થાયી લખી હતી પરંતુ એક ટોલી તેને સ્થાયી કરવામાં લાગી હતી. કોઈ તેને હાથ લગાવવા તૈયાર નહોતું પરંતુ દેશની જનતાએ મોદીને આકરા નિર્ણયો લેવા માટે મોકલ્યો છે. હું રાજનીતિમાં હિસાબ નથી કરતો માત્ર દેશનીતિને જોઉ છું. આ માટે દાયકાઓથી લટકેલી 370 ખતમ થઈ શકી.


પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું, તમારી સાથે મારો જૂનો સંબંધ છે. જ્યારે પણ જમશેદપુર આવું ત્યારે સ્વાભાવિક રીતે ટાટા  પરિવારની યાદો ગુજરાત સાથે સંકળાયેલી છે તેથી તેનું સ્મરણ થવું સ્વાભાવિક છે. આજે હું આ શહેરને ચમકાવીને સામે લાવનારા જમશેદજી નુસેરવાન ટાટાને પ્રણામ કરું છું અને મારો તો એક પ્રકારે સીધો સંબંધ છે. કારણકે ટાટા પરિવાર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે અને આજે પણ નવસારીમાં તેમનું ઘર છે.


જૂનાગઢઃ  કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ; ઘઉં, ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ

અમરેલીઃ પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે