મુંબઈ: મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. સુત્રો પ્રમાણે, NCP પ્રમુખ શરદ પવાર આજે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જોકે આ પહેલા મંગળવારે ભાજપના ચાર સાંસદોની શરદ પવારની સાથે આવેલી તસવીર વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.

મહત્વની વાત છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભાના 250માં સત્ર પર પોતાના સંબોધન દરમિયાન એનસીપીની પ્રશંસા કરીને સૌને ચોંકાવી દીધા હતા. હવે શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતથી એ વાતની સંભાવના મજબૂત થવા લાગી છે કે, મહારાષ્ટ્રમાં નવા સત્તા સમીકરણને લઈ કંઈકને કંઈક ચોક્કસ થઈ રહી છે.

મહારાષ્ટ્રમાં સરકાર કોની બનશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે આ બધાંની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવાર સંસદ ભવનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓની આ મુલાકાતને લઈને શિવસેનાએ કહ્યું હતું કે, બન્ને મોટા નેતા મળી રહ્યા છે એનો મતલબ એ નથી કે બન્નેની વચ્ચે કોઈ ખીચડી પાકી રહી છે.

તમને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે પીએમ મોદીએ બે દિવસ પહેલાં જ એનસીપી નેતાઓના વખાણ કર્યાં હતાં. મોદીએ પવારની પાર્ટી એનસીપીની સંસદીય પરંપરાના વખાણ કર્યાં હતાં. જ્યારે સોમવારે પવારે ચાર ભાજપના સાંસદોની સાથે તસવીર પડાવતાં જોવા મળ્યાં હતાં અને હવે મોદી સાથે મુલાકાત થઈ રહી છે. આવામાં મોટો સવાલ ઉભો થયો છે કે, શું શરદ પવાર શિવસેના સાથે ડબલ ગેમ રમી રહ્યા છે?