શિવ સેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે સરકારના કામકાજને લઇને કોમન મિનિમમ પ્રોગ્રામ પર ત્રણેય પક્ષની સહમતિ બની ગઈ છે. સોનિયા ગાંધી સાથે શરદ પવાર મુલાકાત કરશે, અમે પણ કરીશું તેના બાદ પાવર શેરિંગ પર ચર્ચા થશે. તેઓએ કહ્યું, કૉંગ્રેસને લઈને કોઈ અડચણ નથી દેખાઈ રહી. મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીમાં સરકાર બની જશે. ત્રણેય પાર્ટીની સરકાર બનશે. સ્થિર સરકાર માટે થોડો સમય તો લાગશે. નવી સરકાર બની રહી છે અને મુખ્યમંત્રી શિવસેનાનો હશે.
એનસીપીની કોર કમિટીની રવિવારે બેઠક મળી હતી. બેઠક બાદ એનસીપી પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે આ બેઠક બાદ અમે એ પરિણામ સુધી પહોંચ્યા છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન જલ્દી સમાપ્ત થવું જોઈએ એક વૈકલ્પિક સરકાર બનાવવી જોઈએ. તેમણે કહ્યું આગામી નિર્ણય કૉંગ્રેસ સાથે ચર્ચા થયા બાદ લેવામાં આવશે.