નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ ગુરૂવારે કહ્યું કે તેઓ બિહાર વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીના પ્રચાર અભિયાન માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. પાર્ટી તરફથી એક વક્તવ્યમાં કહેવામાં આવ્યું કે તેઓ પ્રચાર અભિયાન વિવરણ ટૂંક સમયમાં જાહેર કરશે. એનસીપી સુપ્રીમો શરદ પવાર પાર્ટી તરફથી મુખ્ય પ્રચારક હશે.
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક, સાંસદ પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, સુપ્રિયા સુલે અને ફૌજિયા ખાન પણ પ્રચારની કમાન સંભાળશે.


મહારાષ્ટ્રમાં એનસીપી જે શિવસેનાને સરકારમાં સહયોગ કરે છે, તેઓ પણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારશે. શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરશે. શિવસેનાએ ગુરૂવારે 22 નેતાઓની યાદી જાહેર કરી જે બિહાર ચૂંટણીમાં પ્રચાર કરશે.

ચૂંટણી પ્રચાર કરનારાઓની યાદીમાં ઉદ્ધવ ઠાકરે સિવાય તેમના દિકરા અને રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેનું નામ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેનાના આશરે 50 બેઠકો પર ચૂંટણી લડશે.