મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આજે બપોરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શપથ લીધાના માત્ર 80 કલાકમાં જ ફડણવીસ સરકારનું ફિંડલું વળી ગયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે સીએમ પદના શપથ લઈ શકે છે. જયંત પાટિલ અને બાલાસાહેબ થોરાટ ડેપ્યુટી સીએમ બની શકે છે.


ફડણવીસે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરીને જણાવ્યું, શિવસેના ખુદને હિન્દુત્વવાદી પાર્ટી કહે છે પરંતુ તેમનું હિંદુત્વ હાલ સોનિયા ગાંધીના ચરણોમાં છે. મેં ગઈકાલે જોયું કે શિવેસના નેતા સોનિયાજીની કસમ ખાતા હતા પરંતુ આ તેમનો વિષય છે.


અજીત પવારે મને મળીને કહ્યું કે, તેઓ આ સરકારમાં નહીં રહી શકે અને તેથી તેમણે મને રાજીનામું આપ્યું.  તેમના રાજીનામા બાદ બહુમત માટે જેટલા ધારાસભ્યો બીજેપીને જોઈએ તેટલા અમારી પાસે નથી. જે બાદ બીજેપીએ નિર્ણય લીધો કે અમારી પાસે બહુમત નથી અને તેથી રાજીનામું આપવાનો ફેંસલો લીધો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું તે બાદ 10 દિવસ સુધી ત્રણેય પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરી શક્યા નહોતા. જેનો હેતુ માત્ર બીજેપીને સત્તાથી દૂર રાખવાનો હતો. તેમની વૈચારિક ભૂમિકા એકબીજા સાથે મેળ નથી ખાતી. શિવસેનાનું હિંદુત્વ હવે સોનિયાજીના ચરણોમાં નતમસ્તક છે.

મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે CM પદેથી આપ્યું રાજીનામું, જાણો કેટલા કલાક ટકી સરકાર ?

ઉદ્ધવ ઠાકરે 5 વર્ષ માટે બનશે CM, અજીત પવાર પણ અમારી સાથેઃ સંજય રાઉત