ફડણવીસે કહ્યું, મહારાષ્ટ્રની જનાતાએ 105 સીટ આપીને ભાજપને સૌથી વધારે સીટો આપી હતી. પરંતુ શિવસેનાએ બીજેપીને ધમકી આપી અને જે વાત નક્કી નહોતી તઈ તેને અમારા પર લાદી દીધી હતી. શિવસેના અમારી સાથે ચર્ચા કરવાના બદલે એનસીપી સાથે ચર્ચા કરતી હતી. અમે ક્યારેય અઢી-અઢી વર્ષ માટે સીએમનો વાયદો કર્યો નહોતો.
શિવસેનાએ તેમની જ મજાક બનાવી લીધી હતી. 15 દિવસ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. જે વાત નક્કી નહોતી તેના પર શિવસેના અડગ રહી. અજીત પવારે સરકાર બનાવવા માટે સમર્થન પર્ત આપ્યું.
હું રાજ્યપાલને રાજીનામું સોંપીશ. અમરી પાસે બહુમત નથી. નવી સરકારને અમારી શુભકામના. અમે વિપક્ષનું કામ કરીશું. વિપરીત વિચારધારા બાદ પણ ત્રણે પક્ષો માત્ર સત્રા માટે સાથે આવ્યા.
શિવસેના ખુદને હિન્દુત્વવાદી પાર્ટી કહે છે પરંતુ તેમનું હિંદુત્વ હાલ સોનિયા ગાંધીના ચરણોમાં છે. મેં ગઈકાલે જોયું કે શિવેસના નેતા સોનિયાજીની કસમ ખાતા હતા પરંતુ આ તેમનો વિષય છે.
અજીત પવારે મને મળીને કહ્યું કે, તેઓ આ સરકારમાં નહીં રહી શકે અને તેથી તેમણે મને રાજીનામું આપ્યું. તેમના રાજીનામા બાદ બહુમત માટે જેટલા ધારાસભ્યો બીજેપીને જોઈએ તેટલા અમારી પાસે નથી. જે બાદ બીજેપીએ નિર્ણય લીધો કે અમારી પાસે બહુમત નથી અને તેથી રાજીનામું આપવાનો ફેંસલો લીધો.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું તે બાદ 10 દિવસ સુધી ત્રણેય પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરી શક્યા નહોતા. જેનો હેતુ માત્ર બીજેપીને સત્તાથી દૂર રાખવાનો હતો. તેમની વૈચારિક ભૂમિકા એકબીજા સાથે મેળ નથી ખાતી. શિવસેનાનું હિંદુત્વ હવે સોનિયાજીના ચરણોમાં નતમસ્તક છે.
ઉદ્ધવ ઠાકરે 5 વર્ષ માટે બનશે CM, અજીત પવાર પણ અમારી સાથેઃ સંજય રાઉત