નવી દિલ્હીઃ મોદી સરકારે નાગરિકતા સંશોધન બિલ સોમવારે મોડી રાત્રે પાસ કરાવી લીધુ, બહુમતી સાથે લોકસભામાંથી પાસ થયા બાદ હવે મોદી સરકારની અસલી પરીક્ષા રાજ્યસભામાં થવાની છે. રાજ્યસભામાં બીજેપીનો ખેલ બગડી શકે છે કે બની શકે છે તેના આંકડા રસપ્રદ છે.

લોકસભામાં પાસ થઇ ચૂક્યુ છે બિલ
સોમવારે મોડી રાત્રે અમિત શાહે લોકસભામાં લાંબી ચર્ચા બાદ નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવી દીધુ હતુ, ભારે હંગામો અને મતવિભાજન બાદ આ બિલના સમર્થનમાં 311 મત પડ્યા, જ્યારે વિરોધમાં 80 સાંસદોએ મતદાન કર્યુ હતુ. એટલે બિ આસાનીથી પાસ થઇ ગયુ હતુ.



રાજ્યસભાનુ ગણિત....
હાલ રાજ્યસભામાં બીજેપીના સાંસદોની કુલ સંખ્યા 240 છે, એટલે કે પાસ કરાવવા માટે 121 સાંસદોનુ સમર્થન જોઇએ છે. એનડીએની પાસે 116 સાંસદોનું સમર્થન છે. બીજેડીના 7 સાંસદો બિલને સમર્થન આપી રહ્યાં છે, વાઇએસઆર કોંગ્રેસના 2 સાંસદો પણ બિલને સમર્થન કરશે. એટલે કે એનડીએ પાસે 125 સાંસદોનુ સમર્થન મળતુ દેખાઇ રહ્યું છે.



સમીકરણ બદલાઇ પણ શકે છે....
હાલનુ સમીકરણ બદલાઇ પણ શકે છે, કેમકે 6 સાંસદોવાળી જેડીયુંમાં બિલને લઇને મતભેદો સામે આવ્યા છે, વળી આ જ રીતે શિવસેનાએ પણ રાજ્યસભામાં સમર્થન આપવાને લઇને નવા ઇશારા કરી રહી છે, સાથે ટીઆરએસના 6 સાંસદો બિલના વિરોધમાં મતદાન કરશે.