નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શિયાળામાં દેશમાં વધી શકે છે કોરોના વાયરસનું સંક્રમણ. નીતિ આયોગના સભ્ય ડોકટર વીકે પોલે શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધવાની આશંકા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં આવી રહી છે તહેવારોની સિઝન ત્યારે લોકોને સાવધાન રહેવું પડશે.


નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું, હાલ કોવિડ-19ની અસરમાં સ્થિરતા છે. આપણે આપણી સ્વચ્છતા પદ્ધતિમાં વધુ સાવચેત રહેવું જોઈએ. શિયાળા દરમિયાન મોટાભાગના શ્વસન વાયરસ વધે છે. વર્તણૂકીય ફેરફાર જરૂરી છે, માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. થ્રી-પ્લાય માસ્ક અને ઘરે બનાવેલું માસ્ક કોવિડ-19ના સંક્રમણને રોકવા સામે ફાયદાકારક છે.

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 71 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે રાહતની વાત એ છે કે આશરે 62 લાખ લોકો સંક્રમણ મુક્ત થઈ ચુક્યા છે.

કેંદ્રીય આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને કહ્યું ભારતમાં કોરોના વેક્સીન વર્ષ 2021ની શરૂઆતમાં આવે તેવી સંભાવના છે. આ સાથે કહ્યું એકથી વધુ સોર્સના માધ્યમથી મળશે વેક્સીન.