નવી દિલ્હી: નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આરોપ લગાવ્યો છે કે ભારત તેમને પદ પરથી હટાવવાનું કાવતરૂ કરી રહ્યું છે, કારણ કે તેમણે નેપાળનો નવો નકશો જાહેર કર્યો છે જેમાં લિંપિયાઘુકા, મહાકાલી અને લિપુલેખ સામેલ છે. તેમણે નેપાળના નેતાઓ પર પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
કેપી શર્મા ઓલીએ કહ્યું, 'હમે નકશો યોગ્ય કર્યો છે. અમે તેને સંવૈધાનિક રૂપ આપ્યું છે. તમે સાંભળ્યું હશે કે પ્રધાનમંત્રી સપ્તાહ કે 15 દિવસમાં બદલી રહ્યા છે. તમે ભારતીય મીડિયા અને બુદ્ધિજીવીઓ વિશે પણ સાંભળ્યું હશે.' પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતનું રાજ્ય તંત્ર આશ્ચર્યજનક રૂપથી સંક્રિય છે. દૂતાવાસમાં સક્રિયતા વધી છે.

આજે રવિવારે નેપાળની રાજધાની કાઠમાંડુમાં બોલતા ઓલીએ કહ્યું, 'તમે સાંભળ્યું હશે કે પ્રધાનમંત્રી સપ્તાહ કે 15 દિવસમાં બદલી રહ્યા છે. તમે ભારતની બૌદ્ધિક ચર્ચાઓ વિશે પણ સાંભળ્યું હશે.' ભારતનું મોદીતંત્ર કરી રીતે સક્રિય છે.'

કે પી ઓલી કહ્યું આ પહેલા પણ તેઓ નેપાળના પ્રધાનમંત્રી હતા ત્યારે ચીન સાથે વ્યાપાર અને અન્ય કરારો કર્યા હતા, ત્યાર બાદ વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા.