ભારત આજે સરફેસ ટુ એરમાં માર કરી શકે તેવા મિસાઈલનું કરી શકે છે પરીક્ષણ, દુશ્મન દેશોમાં ચિંતા
abpasmita.in | 29 Jun 2016 07:22 AM (IST)
બાલેશ્વર: ભારત આજે ભૂમિથી હવામાં માર કરનાર એક નવા મિસાઈલનું ઓડિશાથી પરીક્ષણ કરવાની સંભાવના છે. આ મિસાઈલને ઈઝરાયલની સાથે સંયુક્ત રૂપથી મળીને વિકસિત કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, મિસાઈલની પહેલા પરીક્ષણની તૈયારી છેલ્લા ચરણમાં પહોંચી ગઈ છે અને જો મોસમ સારું રહ્યુ તો આજે તેનું એકીકૃત પરીક્ષણ રેંજ (આઈટીઆર) ચાંદીપુરથી પરીક્ષણ કરવામાં આવી શકે છે. ચાંદીપુર અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર છે ડીઆરડીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઈલ ભારત અને ઈઝરાયલે સાથે મળીને તેનું નિર્માણ કર્યું છે. તેમને વધુમાં કહ્યું હતું કે, મિસાઈલનું પ્રાયોગિક પરીક્ષણ ભારતીય સૈન્યના અધિકારીઓ, ડીઆરડીઓ અને ઈઝરાયેલ એયરોસ્પેસ દ્ધારા સંયુક્ત રૂપથી કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા કારણોસર બાલેશ્વર જિલ્લા પ્રશાસનના અધિકારીઓની સથે વિચાર વિમર્શ કરી આઈટીઆરના લૉંચ પેડ નંબર 3થી દોઢ કિલોમીટરના વિસ્તારમાં 3652 પરિવારોને અસ્થાયી જગ્યાએ ખસેડવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.