ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 2-2 મંત્રી એટલે કુલ 6 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ સમારોહમાં શિવસેનાનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું અને દેશના દિગ્ગજોનો જમાવડો પણ જોવા મળ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ, ડીએમકે પ્રમુખ એમ.કે.સ્ટાલિન, એનસીપી પ્રમુખ શરદ પવાર, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સહિત અનેક નેતાઓ જોવા મળ્યાં હતાં.
આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અભિષેક મનુ સિંઘવી અને નીતા અંબાણી સહિત અનેક દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે, અને પુત્ર આદિત્ય ઠાકરે પણ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત પ્રફુલ પટેલ, મહારાષ્ટ્ર પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોષી, મુકેશ અંબાણી, અનંત અંબાણી સહિતના મહેમાનો જોવા મળ્યાં હતાં. ઉદ્યોગપતિ, બોલિવૂડ સેલેબ્સ સહિત અનેક નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.