લદ્દાખઃ ચીન અને ભારતની વચ્ચે તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે એક એવી ખબર સામે આવી છે, જેનાથી બન્ને દેશોના સંબંધો ફરી વણસી શકે છે. એલએસી (લાઇન ઓફ એક્ચ્યૂઅલ કન્ટ્રૉલ) પર ચીનની પીએલએ સેનાના કેમ્પની પહેલી તસવીર સામે આવી ગઇ છે. પેંગોંગ-ત્સો લેકના દક્ષિણમાં કૈલાશ રેન્જની તળેટીમાં કર-વેલીમાં ચીની કેમ્પ દેખાઇ રહ્યાં છે.


પેંગોંગ-ત્સો લેક પણ દેખાઇ રહ્યું છે
તસવીરથી સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે છેવટે ચુશૂલ સેક્ટરમાં કેમ ચીની સેના પર ભારતીય સૈનિક હાવી છે. 29-30 ઓગસ્ટની રાત્રે અહીં ભારતીય સેનાએ ચીન પર લીડ મેળવી લીધી હતી. ખરેખરમાં, હજુ સુધી સેટેલાઇટ તસવીર જ સામે આવી હતી, પરંતુ હવે જે તસવીર સામે આવી છે તેમાં પેંગોંગ-ત્સો લેક પણ દેખાઇ રહ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ચીની સેના એકવાર ફરીથી ભારતીય હિસ્સાઓમાં પોતાની હાજરી વધારી રહ્યું છે.

ગયા મે મહિનામાં થઇ હતી હિંસક અથડામણ
ચીન અને ભારતની વચ્ચે ગયા વર્ષે મે મહિનાથી તણાવ શરૂ થયો છે, 14 મેની રાત્રે અહીં બન્ને દેશોની સેના આમને સામને આવી ગઇ હતી. બન્ને દેશોનૈ સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઇ હતી, જેમાં ભારતીય સેનાના 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે એક રિપોર્ટ પ્રમાણે ચીની સેનાના 40થી વધુ સૈનિકો શહીદ થયા હોવાનુ કહેવાઇ રહ્યું હતુ. જોકે, ચીને આને કબુલ્યુ ન હતુ.