નવો લેબર લો લાગૂ થશે તો આપના હાથમાં આવતી સેલેરીમાં ઘટાડો થશે પરંતુ પ્રોવિડન્ટ ફંડ તમારૂ કન્ટ્રીબ્યુશન વધશે. કર્મચારીનું ભથ્થુ 50 ટકા મળી જશે. આ લો લાગૂ થવાથી મૂળ પગાર વધી જશે પરંતુ ટેઇક ફોર હોમ ઘટી જશે.


નવો લેબર લો લાગૂ થતાં પગારનો 12 ટકા ભાગ પીએફમાં જશે. આ સાથે ગ્રેચ્યુટીના નિયમો પણ બદલી જશે. નવો કાયદો અમલમાં આવ્યા પછી તમારી Take Home Salary ઓછી થઈ શકે છે, કારણ કે જ્યારે મૂળ પગાર 50 ટકા સુધીનો હશે, ત્યારે તેમા 12+12= 24 ટકા ભાગ તમારા પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સીટીસી નિયમ લાગુ થયા પછી મોટાભાગની કંપનીઓ હવે કર્મચારીઓના સીટીસીમાંથી તેમના પીએફનો ફાળોકાપી લે શે.


વર્તમાન નિયમ મુજબ કર્મચારી  પાંચ વર્ષ એક જ કંપનીમાં નોકરી કરવાથી કર્મચારી ગ્રચ્યુઅટીનો હકદાર બને છે પરંતુ નવા કાયદા મુજબ કર્મચારી એક કંપનીમાં એક વર્ષ પૂર્ણ કરશે તો પણ ગ્રેચ્યુઅટી મળશે.


New Wage Code Bill સંસદમાંથી તો પસાર થઈ ચુક્યું છે. હવે તેના અમલીકરણ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે નવો લેબર કાયદો અમલમાં આવશે ત્યારે તમારા પગારમાં મોટો ફેરફાર થશે. નોંધનિય છે કે 73 વર્ષ બાદ આ નિયમો બદલાઇ રહ્યાં છે.