ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ અવસર પર પીએમ મોદી સંસદભવનના નિર્માણમાં યોગદાન આપનારા 60 હજાર શ્રમ યોગીઓને પણ સન્માનિત કરશે.






ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટીનો પુરાવો છે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી 28 મેના રોજ સંસદની નવનિર્મિત ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ 60,000 કર્મયોગીઓએ રેકોર્ડ સમયમાં આ નવી બિલ્ડિંગ બનાવવા માટે યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પીએમ તમામ કર્મયોગીઓનું સન્માન પણ કરશે.






અમિત શાહે કહ્યું કે નવી સંસદના ઉદ્ઘાટન પ્રસંગે ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે. આની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. તેને તમિલમાં સંગોલ પણ કહેવામાં આવે છે અને તેનો અર્થ સંપત્તિથી સંપન્ન થાય છે. નવી સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. જે દિવસે સંસદ રાષ્ટ્રને સમર્પિત થશે, તે જ દિવસે તમિલનાડુના વિદ્વાનો દ્વારા પીએમને સેંગોલ આપવામાં આવશે, ત્યારબાદ સંસદમાં આ કાયમી સ્થાપિત કરાશે.






ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે - અમિત શાહ


અમિત શાહે કહ્યું હતું કે ઉદ્ઘાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. તેમણે કહ્યું કે તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ થાય છે સંપત્તિથી સંપન્ન.






તેમણે કહ્યું હતું કે, 14 ઓગસ્ટ, 1947ના રોજ એક અનોખી ઘટના બની હતી. 75 વર્ષ પછી આજે દેશના મોટાભાગના નાગરિકો આ વાતથી અજાણ છે. સેંગોલે આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેંગોલ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક બની ગયું હતું. જ્યારે પીએમ મોદીને આ અંગેની માહિતી મળી તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. પછી નક્કી થયું કે તેને દેશ સમક્ષ મુકવામાં આવે. આ માટે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.


સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે


અમિત શાહે કહ્યું હતું કે નવી સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. જે દિવસે સંસદ રાષ્ટ્રને સમર્પિત થશે, તે જ દિવસે તમિલનાડુના વિદ્વાનો દ્વારા પીએમને સેંગોલ આપવામાં આવશે, ત્યારબાદ સંસદમાં આ કાયમી સ્થાપિત થશે. શાહે જણાવ્યું કે, સેંગોલ પહેલા ઇલાહાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું.






અમિત શાહે જણાવ્યો સેંગોલનો ઈતિહાસ


અમિત શાહે કહ્યું હતું કે આઝાદીના સમયે જ્યારે પંડિત નેહરુને પૂછવામાં આવ્યું હતું કે સત્તાના હસ્તાંતરણ વખતે શું આયોજન કરવું જોઈએ? નેહરુજીએ તેમના સાથીદારો સાથે ચર્ચા કરી. સી ગોપાલાચારીને પૂછવામાં આવ્યું હતું. બાદમાં સેંગોલની પ્રક્રિયાને ચિહ્નિત કરવામાં આવી હતી. પંડિત નેહરુએ તમિલનાડુ પાસેથી પવિત્ર સેંગોલ મેળવીને અંગ્રેજો પાસેથી સેંગોલ સ્વીકાર્યું હતું. તેનો અર્થ એ થયો કે પરંપરાગત રીતે આ સત્તા આપણી પાસે આવી છે.






સેંગોલ ચોલ સામ્રાજ્ય સાથે સંકળાયેલું છે


શાહે કહ્યું, ચોલ સેંગોલના ઇતિહાસ અને ડિટેઇલમાં જઇએ. સૌથી મહત્વની બાબત એ છે કે સેંગોલ જેને પ્રાપ્ત થાય છે તેની પાસે નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ શાસનની આશા રાખવામાં આવે છે. તે ચોલ સામ્રાજ્ય સાથે સંકળાયેલ છે. તમિલનાડુના પૂજારીઓ દ્વારા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. આઝાદી સમયે જ્યારે તે નેહરુજીને સોંપવામાં આવ્યું હતું, ત્યારે મીડિયાએ તેને કવરેજ આપ્યું હતું.


ગૃહમંત્રીએ કહ્યું હતું કે  1947 પછી તેને ભૂલાવી દેવામાં આવ્યું. ત્યારબાદ 1971માં તમિલ વિદ્વાનોએ પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. ભારત સરકારે 2021-22માં તેનો ઉલ્લેખ કર્યો હતો. 1947માં હાજર રહેલા 96 વર્ષના તમિલ વિદ્વાન પણ તે જ દિવસે ત્યાં હાજર રહેશે