નવી દિલ્લી: યૂકેના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 4 સપ્તાહમાં 30થી વધુ દેશોમાં લૈમ્બડા વેરિયન્ટના કેસ નોંધાયા છે. લૈમ્બડા વેરિયન્ટ સૌથી પહેલા પેરૂમાં મળ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ આ વેરિયન્ટ ડેલ્ટાથી પણ વધુ ખતરનાક છે. 


કોરોનાની મહામારીની બીજી લહેરની વચ્ચે કોરોનાના એક પછી એક નવા વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. WHOએ  કોવિડના લૈમ્બડા વેરિયન્ટને લઇને ચિંતા વ્યક્ત કરી છે. જૂન 2021માં તેમના વિકલી બુલેટીમાં WHOએ કહ્યું હતું કે,  કોરોનાનો નવો વેરિયન્ટ અનેક દેશોમાં સંક્રમણનું કારણ બની રહ્યો છે.  


પહેલી વખત પેરૂમાં મળ્યો હતો વેરિયન્ટ
લૈમ્બ્ડા વેરિયન્ટ પહેલી વખત પૈરૂમાં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2020ની શરૂઆતમાં તેની જાણ થઇ હતી. હાલ તે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ પ્રભાવી છે. અહીં તેનાથી 80 ટકાથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 


WHOએ કહ્યું કે, લૈમ્બ્ડા વેરિયન્ટ ખૂબ જ સંક્રમક છે. તેનાથી ઝડપથી સંક્રમણ ફેલાવવાનુ શક્યતા વધુ છે. જો કે એક્સપર્ટનું કહેવું છે કે, આ વેરિયન્ટ વિશે મજબૂતીથી કોઇ તારણ આપવું હોય તો હજું તેના માટે ડેટા ઉપલબ્ધ નથી. 


30થી વધુ દેશોમાં લૈમ્બ્ડા વેરિયન્ટ 
યૂકેના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ગત4 સપ્તાહમાં 30થી વધુ દેશોમાં આ વેરિયન્ટના કેસ સામે આવ્યાં છે. લૈમ્બ્ડા સ્ટ્રેન સૌથી પહેલા પેરૂમાં મળી આવ્યો હતો. રિપોર્ટસ મુજબ એક્સપર્ટે કહ્યું કે, આ વાતના પણ કોઇ પુરાવા નથી કે વેક્સિનેટ લોકો પર તેની કેવી અસર થાય છે.  


શું ભારતમાં પણ લૈમ્બડા વેરિયન્ટનો પગ પેસારો?
રાહતના સમાચાર છે એ છે કે, ભારતમાં હજુ બૈમ્બ્ડા વેરિયન્ટનો એક પણ કેસ સામે નથી આવ્યો. જો કે ચિંતાની વાત તો એ છે કે, આ વેરિયન્ટ પણ ડેલ્ટાની જેમ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જો કે એક્સપર્ટને ડર છે કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાથી ભારતમાં લૈમ્બ્ડા સહિત નવા વેરિયન્ટના કેસ નોંધાઇ શકે છે.