નવી દિલ્લી: પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા કેન્દ્રીય કેબિનેટનો વિસ્તાર અને ફેરબદલ થયો છે. મંત્રીમંડળમાં કુલ 15 કેબિનેટ મંત્રી અને 28 રાજ્ય મંત્રીએ શપથ લીધા. પીએમ મોદીની નવી ટીમે તેનો કાર્યભાર સંભાળી લીધો છે. જો કે એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, કેબિનેટ વિસ્તારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના દીકરા વરૂણ ગાંધીને પણ જગ્યા મળી શકે છે. જો કે તેવું ન બન્યું. જેના કારણે હવે મેનકા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. 


બે દિવસીય સુલ્તાનપુરના પ્રવાસ દરમિયાન મેનકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 
"અમે 600-650 સાંસદો છીએ. આ સ્થિતિમાં પ્રધાનમંત્રી કેટલા લોકોને સ્થાન આપી શકે?જેને સ્થાન મળ્યું તે યોગ્ય છે" 


મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન મેનકાગાંધી પાસે બાલ વિકાસ મંત્રાલય હતું.જો કે બીજા કાર્યકાળમાં તેમને આ પદથી હટાવી દેવાયા અને મંત્રીમંડળમાં સ્થાનન મળ્યું. યૂપીમાં આવતા વર્ષની શરૂઆતમાં જ વિઘાનસભાની ચૂંટણી છે. આ સ્થિતિમાં યૂપી કોટામાંથી સાત નેતાઓને મંત્રીપદ આપવામાં આવ્યું છે. જો કે મેનકા અને વરૂણ ગાંધીને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. 


મંત્રીમંડળ વિસ્તારમાં યૂપી કન્દ્રસ્થાને 
ઉત્તરપ્રદેશમાં વર્ષ 2020માં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને આ ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા  માટે મંત્રીમંડળના વિસ્તરણમાં યૂપીને વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ચૂંટણી પહેલા જાતીય અને ક્ષેત્રીય સમીકરણ સાધવાની કોશિશ કરાઇ છે. 


યૂપીના જે સાત મંત્રીઓને સામેલ કરવામાં આવ્યાં છે.જેમાં જાતિગત સમીકરણને સાધતા આવતા વર્ષે શરૂ થનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખવાાં આવી છે. રાજ્યથી જે નવા ેકન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમાંથી ત્રણ દલિત નેતાઓ છે. જ્યારે એક બ્રાહ્મણ સમુદાયના છે. આ સાત ચહેરામાંથી માત્ર એક જ સહયોગી દળનો છે. બાકી ભાજપના જ સાંસદ છે.  આ રીતે આવનાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.