Happy New Year 2023: કોરોના બાદ લોકોએ 2022ને ઘણી આશાઓ સાથે આવકાર્યું હતું. જે બાદ ઘણા બદલાવ જોવા મળ્યા હતા, હવે નવું વર્ષ આવવાનું છે, જેને માટે માત્ર થોડા કલાકો જ બાકી છે. લોકોને આશા છે કે નવા વર્ષનું કિરણ તેમના માટે નવી આશા લઈને આવશે. આ પહેલા આસામના ગુવાહાટીમાં વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવા મળ્યો હતો, જેનો ફોટો તમે પણ જોઈ શકો છો. આ વર્ષ 2022 પૂર્ણ થવામાં માત્ર થોડા કલાકો બાકી જ્યારે ત્યારે તમામ લોકો 2023ને આવકારવા માટે તૈયાર છે.