મુંબઈઃ  મુંબઈ પોલીસે બુધવારે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની અલીબાગમાં તેની વિરૂદ્ધ એક જૂના કેસમાં ધરપકડ કરી છે. આ જ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર તરફથી આ કેસમાં સીઆઈડી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશને અર્નબ ગોસ્વામીની ધરપકડની આકરી નિંદા કરી હતી.


એનબીએ કહ્યું, તેની જે રીતે ધરપકડ કરવામાં આવી તે રીત નિરાશ છે. તેમ છતાં એનબીએ તેમના પત્રકારત્વના પ્રકાર સાથે સહમત નથી. મીડિયા સંપાદક સામે અધિકારીઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં આવે તો અમે બદલો લેવાની નિંદા કરીએ છીએ. મીડિયા કાયદાથી ઉપર નથી પરંતુ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું આવશ્યક છે તેમ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એનબીએએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અર્નબ ગોસ્વામી સાથે યોગ્ય વર્તન કરવામાં આવે અને રાજ્યની સત્તાનો દુરૂપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.



અર્નબ ગોસ્વામી અને બે અન્ય દ્વારા કથિત રીતે બાકી રકમ ન આપવા પર 53 વર્ષીય એક ઇન્ટીરિયર ડિઝાઈનર અને તેની માતાએ આત્મહત્યા કરવાના કેસમાં સીઆઈડી દ્વારા ફરી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, ઇન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાયકની દીકરી આજ્ઞા નાઇકે દાવો કર્યો હતો રાયગઢ જિલ્લામાં અલીબાગ પોલીસે બાકી રકમ ન આપવાના કેસમાં તપાસ કરી રહી હીત. માટે અન્વય અને તેની માતાએ આત્મહત્યાનું પગલું ઉઠાવવું પડ્યું. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ તેના 5.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું માટે તેણે આત્મહત્યાનો નિર્ણય કરવો પડ્યો. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા છે.