News: ભારતમાં પ્રવેશવા સીમાએ રચ્યો હતો આવો પેંતરો, આ સીમા નહીં આ નામથી આધાર કાર્ડ બનાવ્યુ, એન્ટ્રી લીધી ને પછી....

એક ટીવી ચેનલમાં ચાલી રહેલા સમાચાર મુજબ સીમા હૈદર ભારતમાં પ્રવેશવા માટે નેપાળના પોખરાથી ગ્રેટર નોઈડા જવા માટે બસમાં ચડી હતી

Continues below advertisement

Seema Haider News: પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર અત્યારે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાં ટૉપ ટ્રેન્ડિંગમાં છે, સીમા હૈદર સતત ચર્ચામાં રહે છે, અને હવે એટીએસે પણ સીમા હૈદર અંગે તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. આ કેસમાં કેટલાક સીમા હૈદરને સચિન મીનાની પ્રેમિકા બતાવી રહ્યાં છે, તો કેટલાક તેને પાકિસ્તાની જાસૂસ કહી રહ્યા છે. આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશની એટીએસ છેલ્લા ત્રણ દિવસથી સરહદ પર સતત પૂછપરછ કરી રહી છે. રોજ કેટલાય ઘટસ્ફોટ ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ ગુરુવારે તેના વિશે અત્યાર સુધીનું સૌથી મોટું રહસ્ય ખુલ્યું છે. નેપાળમાંથી તેના વિશે કેટલાય પુરાવા છે. તેને પોતાનું અસલી નામ બદલીને ભારતમાં પ્રવેશ કર્યો હોવાનો ખુલાસો થયો છે. 

Continues below advertisement

સીમાએ પ્રીતી નામ બતાવીને ભારતમાં કરી હતી એન્ટ્રી - 
એક ટીવી ચેનલમાં ચાલી રહેલા સમાચાર મુજબ સીમા હૈદર ભારતમાં પ્રવેશવા માટે નેપાળના પોખરાથી ગ્રેટર નોઈડા જવા માટે બસમાં ચડી હતી. આ પ્રવાસ દરમિયાન સીમાએ પોતાનું નામ પ્રીતિ જાહેર કર્યું હતું. નવાઈની વાત એ હતી કે તે પોતાને ભારતીય કહેતી હતી, આ દરમિયાન તેને ભારતનું આધાર કાર્ડ હોવાનો દાવો પણ કર્યો હતો, મતલબ કે તેને પોતાનું નામ બદલીને ભારતમાં પ્રવેશ કર્યો હતો.

સીમા હૈદરની પાસે ભારતનું આધાર કાર્ડ ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેપાળથી ગ્રેટર નોઈડા આવતી બસ સર્વિસના મેનેજર પ્રસન્ના ગૌતમે જણાવ્યું કે તેને પ્રીતિ તરીકે ચાર સીટ બુક કરાવી છે. તેને આ ચારેય સીટો તેના ચાર બાળકો માટે બુક કરાવી હતી. જ્યારે બસ સર્વિસના કર્મચારીઓએ તેને તેનું આઈડી પૂછ્યું ત્યારે સીમાએ વિશ્વાસપૂર્વક કહ્યું કે તે ભારતીય છે અને તેની પાસે ભારતીય આધાર કાર્ડ પણ છે, એટલું જ નહીં તેની પાસે નેપાળી ચલણ હતું જે તેને બસના ભાડા માટે આપ્યું હતું. જોકે, જ્યારે ભાડું ઓછું હતું, ત્યારે તેને તેના મિત્ર સચિન મીનાને ઓનલાઈન એટલે કે UPIA કરાવ્યું.

કાઠમંડૂની હૉટલમાં 7 દિવસ સુધી રોકાયા સીમા હૈદર અને સચિન મીના 
વળી, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે સીમા અને સચિન નેપાળમાં કાઠમંડુની ન્યૂ વિનાયક રૉલ્પા હૉટલમાં 7 દિવસ રોકાયા હતા. બંનેએ 10 થી 17 માર્ચ સુધી હૉટલનો રૂમ નંબર 204 બુક કરાવ્યો હતો. તે જે હૉટલમાં રોકાયા હતા, તેનું ભાડું 500 રૂપિયા હતું. જેમને બુક કરાવવા માટે સચિન પહેલા પહોંચ્યો હતો. પરંતુ થોડા સમય બાદ સીમા ત્યાં પહોંચી ગઈ હતી. બંનેએ જણાવ્યું હતું કે તેઓ ભારતના રહેવાસી છે અને બંને પતિ-પત્ની છે.

Continues below advertisement
Sponsored Links by Taboola