નવી દિલ્લી: દેશની રાજધાનીમાં પ્રદૂષણની ભયંકર પરિસ્થિતિ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ( NGT) એ લાલ આંખ કરી છે. તેણે દિલ્લીને આ સ્થિતિમાં પહોંચવા પર કેંદ્ર અને દિલ્લી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. NGT એ કહ્યું દિલ્લીમાં પ્રદૂષિત આબોહવાને લઈને બંને સરકારે માત્ર વાતો કરી છે, કોઈ નક્કર કામગીરી નથી કરી.


દિલ્લીમાં વિકરાળ થઈ રહેલા પ્રદૂષણ પર NGT એ કહ્યું કે માત્ર બેઠકો થઈ રહી છે. NGT એ કાલે પ્રદૂષણ પર સુનવણી હાથ ધરતા દિલ્લીના મુખ્ય સચિવને રિપોર્ટ સોંપી છે. દિલ્લી સરકાર તરફથી NGT ને બતાવવામાં આવ્યું કે બે બેઠકો કરવામાં આવી છે. NGTએ કહ્યું માત્ર બેઠકો કરવાથી શું થશે કોઈ એવા પગલા લીધા છે જેનાથી પ્રદૂષણ ઓછું થાય.

NGT એ કહ્યું દિલ્લીના રસ્તાઓ પરથી 10 વર્ષ જૂની ગાડીઓને હજુ સુધી દૂર નથી કરવામા આવી. દક્ષિણ દિલ્લીના ધણા વિસ્તારમાં ભવન નિર્માણના કામોમાં નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. NGT એ દિલ્લી સરકારને 10 વર્ષ જૂની ગાડીઓને હટાવવાના નિર્ણય પર અમલ કરવાનું કહ્યું છે.

દિલ્લી સરકારે NGT ને પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પાક લીધા બાદ કચરો સળગાવવામાં આવે છે જેના કારણે રાજધાનીમાં ખરાબ વાયુનો પ્રભાવ પડે છે. NGT એ કેંદ્રીય પ્રદૂષણ બોર્ડ અને દિલ્લી નિયંત્રણ પ્રદૂષણ સમિતિને પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે પગલા લેવાનું કહેવામાં આવ્યું છે.

NGT એ હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્લીના પર્યાવરણ સચિવોને જાણ કરતા કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં નક્કી કરવું પડશે કે પ્રદૂષણ પર કઈ રીતે કાબૂ મેળવી શકાય.