નવી દિલ્લી: દિલ્લી પોલીસ કમિશનર આલેક કુમાર વર્માએ શુક્રવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જજના ફોન ટેપ કરવા મામલે પત્ર લખ્યો છે. કમિશનર વર્માએ કેજરીવાલ પાસે જજના ફોન ટેપ કરવા મામલે પૂરાવાની માંગ કરી છે. દિલ્લી હાઈકોર્ટની 50મી વર્ષગાંઠ પર મુખ્યમંત્રી કેજરીવાલે જજના ફોન ટેપ થતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ ઉપસ્થિત હતા. કેજરીવાલે કહ્યું હતું કે જજના ફોન પણ ટેપ કરવામાં આવે છે, આવું ન થવું જોઈએ. મે જોયું છે કે બે જજવાત કર રહ્ય હતા કે ફોન પર વાત ન કરશો ફોન ટેપ થઈ રહ્યા છે. હુ નથી જાણતો કે આ સાચુ છે કે નહી પરંતું આ સાચું છે તો ભયંકર છે. આમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા શુ રહી? કેજરીવાલે વધુમાં કહ્યું કોઈ જજ કઈ ખોટુ કરી રહ્યા હોય તો પણ તેમના ફોન ટેપ ન થવા જોઈએ. આ સિવાય ધણા પૂરાવા મેળવી શકાય છે.


દિલ્લી પોલીસ કમિશનરે પત્ર લખી કહ્યું મુખ્યમંત્રી કેજરીવાલને કહ્યું આ એક ગંભીર ચિંતાનો વિષય છે. તમે અમને કોઈપણ ફોન ટેપિંગ ધટના વિશે જણાવો, જેની તમે તમારા ભાષણમાં વાત કરી હતી. જો તમે અમને આ સુત્ર અંગેની જાણકારી આપશો , જે હવાલાથી તમે આરોપ લગાવ્યા છે તો અમે તમારી પ્રશંસા કરશું. જેથી આ મામલે પગલા ભરી શકાય.