એન્ટીલિયા કેસમાં તપાસ દરમિયાન એનઆઈએ રવિવારે સચિન વાઝેન લઈ મીઠી નદી પર પહોંચી હતી. એનઆઈએને નદીમાંથી નંબર પ્લેટ અને ડીવીઆર સહિત ઘણા પૂરાવા મળી આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ડીવીઆરને તોડીને નદીમાં ફેંકવામાં આવ્યું હતું. નદીમાંથી બે સીપીયૂ અને એક હાર્ડ ડિસ્ક ગોતાખોરોને મળી છે. બે નંબર પ્લેટ પણ મળી આવી છે, બંને પર એક જ નંબર લખ્યા છે.



NIA ને નદીમાંથી શું-શું મળ્યું ?


હાર્ડ ડિસ્ક
બે સીપીયૂ
નંબર પ્લેટ
એક પ્રિન્ટર
એક લેપટોપ


સૂત્રો મુજબ,  સતત ઈનફોર્મેશન મળ્યા બાદ ગોતાખોરોને તપાસ એજન્સી NIAએ પાણીમાં ઉતાર્યા હતા. તપાસ એજન્સીનું માનવું છે કે આ તમામ વસ્તુઓ એન્ટીલિયા અને મનસુખ હિરેન કેસ સાથે જોડાયેલી છે.



આ પહેલા એનઆઈના અધિકારી 25 માર્ચની સાંજે સચિન વાઝેને થાણે સ્થિત રેલી બંદર ક્રીક લઈને પહોંચી હતી, જ્યાં કારોબારી મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યો હતો. મનસુખ હિરેનની પત્નીએ સચિન વાઝે પર હત્યામાં ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો. 


3 એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડીમાં છે સચિન વાઝે



ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક સ્કોર્પિયો કારમાં જિલેટિનની સ્ટીક રાખવાના મામલામાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડીમાં છે. પહેલા તેઓ 25 માર્ચ સુધી કસ્ટડીમાં હતા પરંતુ ત્યારબાદ વધારી 3 એપ્રિલ કરી દેવામાં આવી હતી. એનઆઈએએ સચિન વાઝેની 13 માર્ચે ધરપકડ કરી હતી. 


મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખની વિરુદ્ધ 100 કરોડ વસુલવાના આરોપોની તપાસ થશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ મામલામાં તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે,  અનિલ દેશમુખે જ રવિવારે આ અંગેની માહિતી આપી છે કે CM ઠાકરે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના આરોપોની તપાસનો નિર્ણય લીધો છે. અનિલ દેશમુખે જણાવ્યું કે આ મામલામાં હાઈકોર્ટના રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.